અનુપમ શ્યામની તબિયત સ્થિર, કલાકારો સહાય માટે આગળ આવ્યા

અનુપમ શ્યામની તબિયત સ્થિર, કલાકારો સહાય માટે આગળ આવ્યા
કિડનીની સમસ્યાને લીધે ગોરેગામની હોસ્પિટલના આઇસીયુમાં રહેલા અભિનેતા અનુપમ શ્યામની તબિયત હવે સથિર છે એમ તેના ભાઇ અનુરાગ શ્યામે જણાવ્યું હતું. જો કે. અભિનેતાની સારવાર માટે આર્થિક સહાયની જરૂર હોવાથી પરિવારે તેના સહકલાકારોનો સંપર્ક કર્યો હતો. આથી સિને એન્ટ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (સિન્ટા)એ લોકોને મદદ કરવા આગળ આવવાની અપીલ કરી હતી. અનુરાગે જણાવ્યું હતું કે, અમારા કપરા સમયમાં અમને સાથ આપનાર અને મારા ભાઇની સારવારમાં સહાય કરનારાઓના અમે આભારી છીએ. તેની સ્થિતિ સ્થિર છે. બોલીલૂડ અભિનેતા મનોજ બાજપેયી અમને મદદ કરી રહ્યો છે અને સોનુ સૂદ પણ ડૉકટરોના સપર્કમાં છે. 
સોનૂએ સિન્ટાના સંદેશને પોતાના ટ્વીટર પર મૂકીને લખ્યું હતું કે, તે અનુપમના પરિવાર અને ડૉકટરોના સપર્કમાં છે. 
62 વર્ષના અનુપમને ડાયાલિસીસ માટે મલાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાર હતા. ત્યાં તેમની તબિયત લથડતાં ગોરેગામની હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા હતા. ત્રણ દાયકાની કારકિર્દીમાં અનુપમે મોટે ભાગે નેગેટિવ ભૂમિકાઓ જ ભજવી છે. ટીવી સિરિયલ મન કી આવાઝ: પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા બદ્લ જાણીતા બન્યા હતા.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer