કોરોનાકાળમાં ટેસ્ટ બાદ આજથી વન ડે ક્રિકેટ

કોરોનાકાળમાં ટેસ્ટ બાદ આજથી વન ડે ક્રિકેટ
ખાલી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડની ટક્કર આયરલૅન્ડ સામે
સાઉથમ્પટન, તા.29: કોરોનાકાળમાં ટેસ્ટ બાદ હવે વન ડે ક્રિકેટ પણ શરૂ થઇ રહ્યું છે. આવતીકાલ ગુરૂવારથી યજમાન ઇંગ્લેન્ડ અને આયરલેન્ડની ટીમ વચ્ચેની ત્રણ વન ડેની શ્રેણીનો પ્રારંભ થશે. જે થકી આઇસીસીની વન ડે સુપર લીગની પણ શરૂઆત પણ થશે. જે 2023ના વર્લ્ડ કપમાં કવોલીફાઇ થવા માટે રમાઇ રહી છે. 
ઇંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ફોર્મેટ કરતાં તદન અલગ હશે. લગભગ તમામ ટેસ્ટ ખેલાડીઓને આયરલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઇંગ્લેન્ડે તક આપી નથી. રાબેતા મુજબ ઇયાન મોર્ગન સુકાન સંભાળશે. ટીમમાં જોની બેયરસ્ટો, મોઇન અલી, જેસન રોય, આદિલ રશીદ જેવા અનુભવી ખેલાડીઓ છે. વર્લ્ડ કપ જીત્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર ઘર આંગણે રમશે.  બીજી તરફ આયરલેન્ડની ટીમ ઇંગ્લેન્ડની તુલનામાં નબળી છે. જો કે તેની પાસે પોલ સ્ટરલિંગ, વિલિયમ પોર્ટફિલ્ડ, કેવિન ઓ'બ્રાયન જેવા અનુભવી બેટસમેનો અને બોયડ રેનકિન, ટિમ મૂર્તધ જેવા સારા બોલર છે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 6-30થી શરૂ થશે અને ખાલી સ્ટેડિયમમાં રમાશે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer