બ્રોડ મહાન બૉલર : યુવરાજ સિંહ

બ્રોડ મહાન બૉલર : યુવરાજ સિંહ
ટી-20 વર્લ્ડ કપમાં યુવીએ બ્રોડની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા
નવી દિલ્હી, તા.29 : ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટૂઅર્ટ બ્રોડને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ઇલેવનમાં તક અપાઇ ન હતી. બાદમાં બીજા અને ત્રીજા ટેસ્ટમાં બ્રોડને તક મળી હતી. આ બન્ને ટેસ્ટમાં બ્રોડે જોરદાર દેખાવ કરીને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. સિરિઝના આખરી ટેસ્ટના આખરી દિવસે 500 વિકેટની સિદ્ધિ પણ નોંધાવી. બ્રોડની આ ખાસ ઉપલબ્ધિની વિશ્વ ક્રિકેટમાં ચોમેર પ્રશંસા થઇ રહી છે.
બ્રોડને શુભેચ્છા આપવામાં યુવરાજસિંઘ પણ સામેલ છે. યુવરાજ અને બ્રોડનું નામ જ્યારે પણ એક સાથે લેવામાં આવે ત્યારે 2007નો ટી-20 વર્લ્ડ કપ યાદ આવે છે. જેમાં યુવરાજ બ્રોડની એક ઓવર 6 છગ્ગા ફટકાર્યા હતા. હવે યુવીએ ટ્વિટ કર્યું છે કે બ્રોડને 6 છગ્ગાવાળી ઘટના સાથે ન જોડો. હું ચાહકોને અપીલ કરું છું કે તેની પ્રશંસા કરો. 500 વિકેટ લેવી કોઈ મજાક નથી. આ માટે સમર્પણ, આકરી મહેનત અને દ્રઢ સંકલ્પની જરૂર હોય છે. બ્રોડી તું મહાન છો.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer