વિન્ડિઝ સામેના વિજયથી ઇંગ્લૅન્ડ ટોપ થ્રીમાં

વિન્ડિઝ સામેના વિજયથી ઇંગ્લૅન્ડ ટોપ થ્રીમાં
આઇસીસી ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભારત ટોચ પર યથાવત
નવી દિલ્હી, તા. 29 : વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધની ટેસ્ટ શ્રેણીના 2-1થી વિજયને લીધે ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચ થ્રીમાં આવી ગઇ છે.
આ સિરિઝના બે મેચ જીતવાથી ઇંગ્લેન્ડને 80 અને વેસ્ટ ઇન્ડિઝને એક મેચ જીતવાને લીધે 40 પોઇન્ટ મળ્યા છે. ભારત હજુ પણ ટોચ પર યથાવત છે. આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચની નવ ટીમ હિસ્સો લઇ રહી છે. તમામ 9 ટીમને 6 ટીમ વિરૂધ્ધ રમવાનું છે. જેમાંની 3 ઘરેલુ અને 3 વિદેશી શ્રેણી હશે. એક શ્રેણીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ 5 મેચ હશે. દરેક શ્રેણીમાં 120 પોઇન્ટ છે. 
બે ટેસ્ટની શ્રેણીમાં એક જીત માટે 60 પોઇન્ટ મળે છે. જ્યારે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં એક વિજય માટે 24 પોઇન્ટ મળે છે. ડ્રો મેચ માટે ત્રીજા ભાગના પોઇન્ટ વહેંચવામાં આવે છે. આ ઉપરાંત ધીમા ઓવર રેટ માટે દર વખતે બે પોઇન્ટ કટ કરવાનો નિયમ છે.
આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઇનલ મેચ ડ્રો કે ટાઈ થશે તો બન્ને ટીમને સંયુક્ત વિજેતા ઘોષિત કરાશે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer