લાપતા કોવિડ-19 પોઝિટિવ સુદાનીસ વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુંબઈ, તા. 29 : કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ 40 વરસના મુંબઈની હોટેલમાં રહેતા સુદાનના નાગરિકની ભાળ મળતી ન હોવાનું મુંબઈ પોલીસે બુધવારે જણાવ્યું હતું. કોવિડ-19 ટેસ્ટ દરમ્યાન કોલાબાની હોટેલમાં રહેતો હોવાનું હોસ્પિટલમાં જણાવ્યું હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું હતું. અધિકારીઓ જ્યારે હોટેલ પર પહોંચ્યા ત્યારે એ ત્યાં મળ્યો નહોતો. કોલાબા પોલીસ સ્ટેશનમાં સુદાનીસ નાગરિક અને હોટેલ માલિક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer