મુંબઈમાં આગાહી છતાં મેઘ વરસ્યા નહીં

મુંબઈ, તા. 29 : સોમવાર અને મંગળવારે ધોધમાર વરસાદ પડયા બાદ આજે મેઘરાજાએ પોરો ખાધો હતો. હવામાન ખાતાએ આજે મુશળધાર વરસાદ પડવાની આગાહી કરી હતી. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં કોલાબામાં 89.0 મિ.મી. (3.56 ઈંચ) અને સાંતાક્રુઝમાં 9.4 મિ.મી. (0.3 ઈંચ) વરસાદ પડયો હતો. આજે સવારે 8.30 વાગ્યેથી રાતના 8.30 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં કોલાબામાં 3.6 મિ.મી. અને સાંતાક્રુઝમાં 7.7 મિ.મી. વરસાદ પડયો હતો.
આ મહિનામાં મુંબઈમાં થયેલા વરસાદે દેશની સ્વતંત્રતા બાદ અત્યાર સુધીમાં જુલાઇ મહિનામાં થયેલા વરસાદના તમામ રેકર્ડ તોડી નાખ્યા છે. સાંતાક્રુઝમાં મંગળવારે સાંજ સુધીમાં જુલાઇનો 1,474 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાંતાક્રુઝમાં વેધશાળાની સ્થાપના 1944માં કરવામાં આવી હતી અને આ અગાઉ જુલાઇમાં સૌથી વધુ વરસાદ 2014માં 1,468.5 મિ.મી. નોંધાયો હતો. ગયા વર્ષે જુલાઇમાં સાંતાક્રુઝમાં 1464.8 મિ.મી. વરસાદ થયો હતો, જે વર્ષ 2014ના આંકડાથી થોડોક ઓછો હતો.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer