સરકારી કર્મચારીઓનું બાકી વેતન 22 અૉગસ્ટ પહેલાં ચૂકવાશે

મુંબઈ, તા. 29 : લોકપ્રતિનિધિઓ અને રાજ્ય સરકારનાં કર્મચારીઓને તેમનાં માર્ચનાં બાકી વેતન 22 અૉગસ્ટ, ગણેશ ચતુર્થી પહેલાં ચૂકવી દેવાની મહારાષ્ટ્ર સરકારે મંગળવારે જાહેરાત કરી હતી.
સરકારની આવક ઘટતાં પ્રધાનો, વિધાનસભ્યો, નગરસેવકો અને સરકારી કર્મચારીઓનાં વેતનની 25 ટકાથી 60 ટકા જેટલી રકમ ચૂકવાઈ નહોતી.
ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને તેમનાં વેતનનાં 40 ટકા રકમ ચૂકવાઈ હતી. ક્લાસ ઙ્ગએઙ્ખ અને `બી' કર્મચારીઓને 50 ટકા અને ક્લાસ `સી'ને 75 ટકા વેતન ચૂકવાયું હતું.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer