રામ મંદિર માટે સોના ચાંદીના સતત પ્રવાહથી મંદિર ટ્રસ્ટ મૂંઝવણમાં

નવી દિલ્હી, તા. 29 : અયોધ્યામાં રામ મંદિર બાંધવાના સ્થળે તહેનાત કેન્દ્રીય સલામતી દળોને હાલ એક વધારાની જવાબદારી નિભાવવી પડે છે. સોના અને ચાંદીની પાટો અને ઇંટો મળીને એક ક્વિન્ટલથી વધારે કિંમતી ધાતુને સાચવવાની જવાબદારી તેમના માથે આવી પડી છે.
રામ મંદિર બાંધવા માટે સર્વોચ્ચ અદાલતે માર્ગ મોકળો કર્યો ત્યારથી  રામ ભક્તો રામ મંદિરના બાંધકામમાં વાપરવા માટે સોનાચાંદીના ઘરેણાં, પાટો, ઇંટો વગેરે સતત મોકલાવી રહ્યા છે. અૉગસ્ટ પાંચમીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરવાના છે.
આ સોના-ચાંદી કેવી રીતે વાપરવા તેમ જ તેની સલામતીની ચિંતામાં શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રએ ભક્તોને અપીલ કરી છે કે સોનું ચાંદી મોકલશો નહીં. એને બદલે પૈસા મોકલો. ટ્રસ્ટે કહ્યું હતું કે અમે બૅન્ક ખાતાની વિગતો આપી દીધી છે અને ભક્તો તેમાં તેમનો ફાળો સીધો જમા કરાવી શકે છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer