વૃક્ષારોપણ કરી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અપાઇ શ્રદ્ધાંજલિ

વૃક્ષારોપણ કરી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને અપાઇ શ્રદ્ધાંજલિ
મુંબઈ, તા. 29 : શ્રી સ્વામિનારાયણ ભગવાનના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી  મહારાજે મનુષ્ય લીલા સંકેલી લીધા પછી તેમના ઉત્તરાધિકારી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી આચાર્યપદે સેવા સ્વીકાર્યા પછી સૌપ્રથમ વખત બાવળા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શને પધારતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે બાવળા મંડળ તરફથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને દિવ્ય સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી જલદીથી દૂર થાય તે નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય જિતેન્દ્રિપ્રિયદાસજી  સ્વામીજી મહારાજે તથા  મહંત ભગવપ્રિયદાસજી સ્વામીએ `િવશ્વ પ્રકૃતિ દિવસ' નિમિત્તે વૃક્ષારોપણ કરી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer