કૈટે સ્વદેશી અભિયાન અંતર્ગત રાફેલ રાખડી રજૂ કરી

કૈટે સ્વદેશી અભિયાન અંતર્ગત રાફેલ રાખડી રજૂ કરી
મુંબઈ, તા. 29 : આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર સ્વદેશી રાખડીથી ઉજવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી)એ ચીની ચીજોનો બહિષ્કાર કરવાના તેના વિશાળ અભિયાનના ભાગ રૂપે આજે રફાલ રાખડી રજૂ કરી છે. રાફેલ વિમાન ભારતીય સૈન્યને વધુ મજબુત બનાવશે જે દુશ્મનોની દુષ્ટ યોજનાઓને નાશ કરવામાં સમર્થ હશે. આજે રાફેલના ભારતમાં આગમન પછી, કૈટે રાફેલ રાખી બજારમાં મુકી જેમાં રાફેલની તસવીર અને વડા પ્રધાન મોદીની તસવીર છે, રાફેલ-ભારત કા રક્ષક એવું સૂત્ર લખ્યું છે. 
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતીયા અને મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, સ્વદેશી રાખડીમાં, મોદી રાખી અને અક્સાઈ ચેન હમારા હૈ, જય હિન્દ કી સેના, વંદે માતરમ જેવા સૂત્રો સાથે હવે રાફેલ રાખી સંપૂર્ણ સ્વદેશી છે અને કૈટના સભ્યો અને મહિલા ઉદ્યમીઓ દ્વારા વેચવામાં આવે છે. 
ભરતીયા અને ખંડેલવાલે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી કૈટના સ્ટેટ ચેપ્ટર્સ અને સંબંધિત વેપાર સંગઠનો દેશના 200 થી વધુ શહેરોમાં હિન્દુસ્તાની રાખી બનાવી રહ્યા છે. રાખડીઓ મકાનોમાં કામ કરતી મહિલાઓ, ઝૂંપડપટ્ટીઓ, આંગણવાડી કાર્યકરો દ્વારા અને કોરોના રોગચાળાને કારણે નોકરી ગુમાવનારા લોકો દ્વારા બનાવવામાં આવી છે. હિન્દુસ્તાની રાખડીને મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓએ સમર્થન આપ્યું છે. આ તમામ રાખડીઓ દેશભરમાં વેચાઇ રહી છે અને એક રાખડીની કિંમત રૂા. 10 થી 50 સુધીની છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer