મુંબઈમાં પરિસ્થિતિ સુધરી : પાલિકા પાસે 10,728 બેડ ખાલી

મુંબઈમાં પરિસ્થિતિ સુધરી : પાલિકા પાસે 10,728 બેડ ખાલી
મુંબઈ, તા. 29 : મુંબઈમાં કોરોના ટેસ્ટની અમે સંખ્યા વધારી રહ્યા છીએ તો બીજી બાજુ પાલિકા દર્દીને સમયસર હૉસ્પિટલમાં દાખલ કરીને રિકવરી રેટ વધારી રહી છે. પાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અંગે જાગૃતિ વધી છે. હવે 8777 કોવિડ ટેસ્ટ કરાય છે તો પણ આજે જે કોરોનાના 1100 જેટલા જ દર્દી મળ્યા છે. આજે પાલિકાની પાસે 21,835 કુલ બેડમાંથી 10,728 બેડ ખાલી છે. ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)ના 1776 બેડમાંથી 234 બેડ ખાલી છે. ઓક્સિજનની સુવિધાવાળા 11,297 બેડ છે અને આમાંથી 5277 બેડ ખાલી છે. કુલ 1089 વેન્ટિલેટર બેડમાંથી 140 બેડ ખાલી છે. હવે અમારું વધુ ધ્યાન મૃત્યુદર ઘટાડવાનો છે.
રાહતની વાત એ છે કે હૉસ્પિટલમાં દાખલ કરનારા હાર્ટનું પ્રમાણે ઓછું થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ તત્કાળ ઉપચાર થતો હોવાથી મૃત્યુનું પ્રમાણ ઓછું થયું છે. કોરોનાના દર્દીના મૃત્યુના દૈનિક સરેરાશ 40થી 55ની છે. દર્દીઓ હૉસ્પિટલમાં વિલંબિત રીતે દાખલ થતા હોવાથી મૃત્યુ થાય છે.
ચહલે કહ્યું હતું કે ગયા મહિનાથી સક્રિય દર્દીની સંખ્યા ઓછી થતી જાય છે. ગયા મહિને 25,000 જેટલા સક્રિય દર્દી હતા, પરંતુ હવે 19,990 દર્દી થયા છે. મુંબઈમાં કોરોનાની નવા દર્દીની સંખ્યા 1,00,882 જેટલી છે, પરંતુ 84,570 દર્દી સાજા થયા છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer