શહેરમાં કોરોનાનો વૃદ્ધિદર એક ટકાથી નીચે

શહેરમાં કોરોનાનો વૃદ્ધિદર એક ટકાથી નીચે
રાજયમાં કુલ દર્દીનો આંકડો ચાર લાખને પાર
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 29 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.97)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ વધીને 72 દિવસ થયો છે.
આજે શહેરમાં કોરોનાના 1118 નવા દર્દી મળ્યા હતા. આજે 60 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,11,964 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,244 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 42 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 48 જણની વય 60ની ઉપર હતી. 10 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. બે મૃતકની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 43 પુરુષ અને 17 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,244નો થયો છે. આજે 916 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 85,327 દર્દી સાજા થયા છે.
 મુંબઈમાં રીકવરી રેટ વધીને 76 ટકા થયો છે. 22 જુલાઈથી 28 જુલાઈનો વૃદ્ધિદર 0.97 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 72 દિવસનો છે. મુંબઈમાં 20,123 સક્રિય દર્દી છે. મુંબઈમાં 5,05,982 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,11,964  લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે 9,211 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા.  આજે રાજ્યમાં કોરોનાને લીધે 298 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 14,463 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.61 ટકા થયો છે. રાજ્યમાં 1,46,129 સક્રિય દર્દી છે. આજે 7,478 દર્દીને રજા અપાઈ હતી. કુલ 2,39,755 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 59.84 ટકા છે. રાજ્યમાં કુલ 4,00,651 દર્દી નોંધાયા છે.  રાજ્યમાં 8,88,623 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 40,777 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણેમાં 13 અને થાણે પાલિકા 13, કલ્યાણ-ડોંબીવલીમાં 15, મીરા-ભાઈંદરમાં મહાનગરપાલિકા 3 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 મરણ નોંધાયા હતા.  રાજ્યમાં 20,16,234 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 4,00,651 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19.87 ટકા છે.
Published on: Thu, 30 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer