નાટ્યરસિકો માટે અનોખો કાર્યક્રમ `ચાય-વાય ઍન્ડ રંગમંચ-2020''

નવા અને કલાસિક નાટકોને રજૂ કરતા કોકોનટ થિયેટર્સે લૉકડાઉન દરમિયાન મહત્વાકાંક્ષી અને પડકારરૂપ પહેલ હેઠળ અૉનલાઈન સેશન `ચાય-વાય ઍન્ડ રંગમંચ-2020' કાર્યક્રમનું આયોજન કર્યું છે. આમાં વિશ્વ રંગમંચને અૉનલાઈન પ્લેટફોર્મ દ્વારા જોડવામાં આવ્યું છે. આ અંતર્ગત રોજ એક અૉનલાઈન સેશન યોજાય છે જેમાં નાટક સાથે જોડાયેલી સેલિબ્રિટી સાથે વાર્તાલાપ કરવામાં આવે છે. આમાં 31 જુલાઇએ સુભાષ ઘાઇ, પહેલી ઓગસ્ટે સુપ્રિયા પાઠક, બીજી ઓગસ્ટે શબાના આઝમી અને ત્રીજી ઓગસ્ટે રશ્મીન મજેઠિયા સાથે સેશન થશે. આ સેશન જોવા માટેની લિન્ક -  https://www.facebook.com/watch/CoconutTheatre/555712818663573/  

Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer