`રાધાક્રિષ્ન - ક્રિષ્ન અર્જુન ગાથા''માં અર્જુન તરીકે જોવા મળશે કિંશુક વૈદ્ય

`રાધાક્રિષ્ન - ક્રિષ્ન અર્જુન ગાથા''માં અર્જુન તરીકે જોવા મળશે કિંશુક વૈદ્ય
સ્ટાર ભારત પરથી પ્રસારિત થતી સિરિયલ રાધાક્રિષ્ન- ક્રિષ્ન અર્જુન ગાથામાં અભિનેતા કિંશુક વૈદ્ય અર્જુનના પાત્રમાં જોવા મળશે. આ પૌરાણિક સિરિયલમાં અર્જુન ગાથાનો આરંભ થયો છે અને કૃષ્ણ તથા અર્જુન વચ્ચેની મૈત્રી દર્શાવવામાં આવે છે. હવે દ્રૌપદી સ્વયંવરનો ટ્રેક શરૂ થશે જેમાં દ્રૌપદી પોતાના જીવનસાથીને અને કૃષ્ણ પોતાના સારથિને પસંદ કરે છે. કૃષ્ણ-અર્જુનના જીવનનો આ અત્યંત મહત્ત્વોન પ્રસંગ છે. આમાં અર્જુન મત્સ્યવેધ કરે છે. કિંશુકે આ ભૂમિકાને સુપેરે ભજવવા માટે ભારે મહેનત કરી રહ્યો છે. આમાં સૌથી મહત્ત્વની તો ધનુષબાણ ચલાવવાની પ્રેકટીસ છે. 
કિંશુકે જણાવ્યું હતું કે, ફરી એકવાર આ શોમાં અર્જુનની ભૂમિકા મળવી મારા માટે આનંદની વાત છે. અમે ઉમરગામમાં શાટિંગ કરીએ છીએ. મત્સ્યવેધ માટે જે રીતે મારે ધનુષ ચલાવવાનું છે તે માટે હું સ્ટંટમેન સાથે રોજ ત્રણથી ચાર કલાક પ્રેકટીસ કરું છું. મારા માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી તે દૃશ્ય એકદમ વાસ્તવિક લાગે.     

Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer