`તેનાલી રામા''માં રામા અને અકબર-બિરબલનો રસપ્રદ સંઘર્ષ

`તેનાલી રામા''માં રામા અને અકબર-બિરબલનો રસપ્રદ સંઘર્ષ
સોની સબર પરથી પ્રસારિત થતી સિરિયલ તેનાલી રામા દર્શકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે. તાજેતરમાં આ સિરિયલમાં રામા અને અકબર-બિરબલનો સઘર્ષ ચાલે છે. વીસ વર્ષ પછી વિજયનગરમાં આવેલો રામા (કૃષ્ણ ભારદ્વાજ)  બિરબલ (અમિત મિસ્ત્રી)ની બુધ્ધિ સામે જંગે ચઢયો છે. સર્વોત્તમ રાજયની સ્પર્ધામાં વિજયનગર દ્વારા માત મળતા તે પચાવી નહી શકતા અકબરે દક્ષિણી રાજયોમાં વહેતા પાણીને રોકવા માટે ડેમ બંધ કરી દીધો. આના લીધે વિજયનગરમાં પાણીની તગી ઊભી થાય છે. આથી રામા અકબર અને બિરબલને પોતાની સૂજબૂઝથી મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરે છે. તે એવા ચમાચાર ફેલાવે છે કે નદીના પટમાં છુપો ખજાનો મળ્યો છે. જે હકીકતમાં તો રાણી સુલક્ષણા દેવીના હીરા છે. બિરબલના ગળે આ વાત ઉતરતી નથી અને તે તથા અકબર વેપારીનો વેશ લઇને વિજનગર આવે છે. તેઓ તથાચાર્ચ (પંકજ બેરી) પાસેથી સાચી વાત કઢાવવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમાં નિષ્ફળ જતા તેઓ રામાને તેની જ વાતમાં ફસાવવા યોજના બનાવે છે. હવે રામા વિજયનગરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરાવવા માટે શું કરે છે અને રામી સુલક્ષણાના હીરાનું શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.  
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer