ટીવી સિરિયલ `ભાખરવડી''ના એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ અને બીજા કોરોના પોઝિટિવ

ટીવી સિરિયલ `ભાખરવડી''ના એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ અને બીજા કોરોના પોઝિટિવ
સોની સબ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ ભાખરવડીનું શાટિંગ સરકારી પરવાનગી બાદ શરૂ થયું હતું. પરંતુ તાજેતરમાં તેના એક ક્રૂ સભ્યનું કોરોનાને લીધે મૃત્યુ થયું હતું તથા બીજા આઠ કોરોના પોઝિટિવ હોવાની જાણ થઇ છે. 
સિરિયલના નિર્માતા જેડી મજેઠિયાએ જણાવ્યું હતું કે, ભાખરવડીના સેટ પર આ કરુણ બનાવ બન્યો છે. અમારા એક ટેલરને થાક અને નબળાઇ વર્તાતા હતા. ડૉકટરે તેને દવા આપી હતી. પરંતુ બીજા દિવસે તેણે ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે ઘરે પહોંચ્યા બાદ તાવ આવવા લાગ્યો અને બીજે દિવસે તેણે કોવિડ-19નો ટેસ્ટ કરાવ્યો પરંતુ અમે તેને ફોન કર્યો ત્યારે તો તેનું મૃત્યુ થઇ ગયું હતું. 
આ ઘટનાથી અમને સૌને આઘાત લાગ્યો છે. તેના મૃત્યુ બાદ સેટ પર રહેલા 70 જણનો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તેમાંથી આઠ જણ પોઝિટિવ આવતા તેમની સારવાર શરૂ કરાવી છે .ત્રણ દિવસ શાટિંગ બંધ હતું પરંતુ હવે ફરી શરૂ કયું છે. બાકીના કલાકારો અને ટીમ મેમ્બર્સ સાજા-સારા છે. 
નોંધનીય છે કે ભાખરવડીના સેટ પર પણ સુરક્ષાનાં તમામ પગલાં લેવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવા દરેક કલાકારને છત્રી આપવામાં આવી છે જેથી તેઓ છત્રીવાળઓ હાથ લંબાવીને એકબીજાથી એટલા અંતરે રહે. 
આ ઉપરાંત પોઝિટિવ આવેલા સભ્યોના પરિવારનો સપર્ક કરીને તેમને જોઇતી સહાય પહોંચાડવામાં આવી રહી છે. 

Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer