આઇપીએલમાં રમવાથી વિશ્વ વિજેતા બનવામાં મદદ મળી : મોર્ગન

આઇપીએલમાં રમવાથી વિશ્વ વિજેતા બનવામાં મદદ મળી : મોર્ગન
ચેન્નાઇ, તા. 30 : ઇંગ્લેન્ડના લીમીટેડ ઓવર્સના કેપ્ટન ઇયાન મોર્ગને ખુલાસો કર્યોં છે કે તેની ટીમના સાથી ખેલાડીઓનું આઇપીએલ-2019માં રમવું રણનીતિના ભાગરૂપે હતું. આઇપીએલમાં રમવાથી અમને વિશ્વ કપ જીતવામાં મદદ મળી. કેપ્ટન  મોર્ગન અને ઇંગ્લેન્ડની ક્રિકેટ કમિટિના ડાયરેકટર એન્ડ્રુ સ્ટ્રોસનું માનવું હતું કે વર્લ્ડ કપનું દબાણની બરાબરી ફકત આઇપીએલમાં જ થઇ શકે તેમ હતી. આથી અમે 2019માં જે પણ ખેલાડીને આઇપીએલમાં રમવાની તક મળે તેમને રમવાની છૂટ આપી હતી. મોર્ગન કહે છે કે આઇપીએલમાં રમવું અલગ પ્રકારનું દબાણ અને અપેક્ષા હોય છે. જે અમને વિશ્વ કપમાં કામ આવ્યો હતો. વન ડે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે વિવાદિત રીતે જીત મેળવીને પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer