વર્લ્ડ નં. વન એશ્લે બાર્ટી યુએસ અૉપનમાંથી ખસી ગઇ

વર્લ્ડ નં. વન એશ્લે બાર્ટી યુએસ અૉપનમાંથી ખસી ગઇ
મેલબોર્ન, તા. 30: દુનિયાની નંબર વન ઓસ્ટ્રેલિયાની મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી અમેરિકી ઓપનમાંથી ખસી ગઇ છે. 24 વર્ષીય આ ઓસિ. ખેલાડીએ કોવિડ-19 મહામારીને લીધે આ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. યુએસ ઓપન 31 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર દરમિયાન ન્યૂયોર્ક ખાતે યોજાશે. એશ્લે બાર્ટીએ કહ્યંy છે કે મેં મારી ટીમે (સપોર્ટ સ્ટાફ) યુએસ ઓપન માટે અમેરિકાની યાત્રા ન કરવાનો નિર્ણય લીધો છે. બાર્ટીએ અમેરિકી ઓપન ઉપરાંત વેસ્ટર્ન એન્ડ સર્ધન ટૂર્નામેન્ટમાંથી પણ કોરોના મહામારીને લીધે ખસી ગઇ છે. તેણી કહે છે કે આ બન્ને ટૂર્નામેન્ટ મારી પસંદની છે, પણ કોવિડ-19ના જોખમને લીધે મારે ન રમવાનો નિર્ણય લેવો પડયો છે. અમેરિકામાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer