સોનાના વાયદાના ભાવમાં રૂા.205 અને ચાંદીમાં રૂા. 2,663નો ઘટાડો

મુંબઈ, તા.30: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર 404378 સોદામાં રૂ. 24064.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાનો ભાવ 10 ગ્રામદીઠ રૂ.205 અને ચાંદીમાં કિલોદીઠ રૂ.2,663નો ઘટાડો થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંનેમાં નરમાઈ હતી. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને એલચીના વાયદાના ભાવ ઢીલાં હતાં, જ્યારે સીપીઓ અને મેન્થા તેલમાં સુધારો હતો. 
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ 329470 સોદાઓમાં રૂ. 18576.36 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 53390 ખૂલી, ઊપરમાં રૂ. 53429 અને નીચામાં રૂ. 52759 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. 205 ઘટીને રૂ. 52982 બંધ રહ્યો હતો.
ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. 47 વધીને 8 ગ્રામદીઠ રૂ. 42672 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. 39 વધીને 1 ગ્રામદીઠ રૂ. 5318 થયા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 282 ઘટીને બંધમાં રૂ. 52925 ના ભાવ રહ્યા હતા. 
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer