રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 31 ટકા વધી રૂા.13,233 કરોડ થયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો નફો 31 ટકા વધી રૂા.13,233 કરોડ થયો
કંપનીની અન્ય આવકમાં 54 ટકાનો જંગી વધારો 
મુંબઈ, તા.30 : ઓઈલથી લઈને ટેલિકોમ સુધીના વિવિધ ઉદ્યોગ સમૂહ ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો જૂન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 30.97 ટકા ઉછળી રૂ.13, 233 કરોડ થયો છે. કંપનીની ચોખ્ખી આવક 54 ટકા વધી રૂ.4,388 કરોડ થતાં ચોખ્ખા નફામાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  
માર્કેટ નિષ્ણાતોએ કંપનીનો નફો રૂ.7,700 કરોડનો અંદાજયો હતો પણ તેની સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.  
કંપનીએ કુલ ખર્ચમાં પણ ખાસ્સો ઘટાડો કરવામાં સફળતા મેળવી હતી. વાર્ષિક ધોરણે કુલ ખર્ચ 42 ટકા ઘટીને રૂ.87,406 કરોડ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.  
જોકે, તે સાથે કંપનીની ચોખ્ખી આવક પણ 42 ટકા ઘટીને રૂ.95,626 કરોડ થઇ છે. કંપનીની કામગીરી જૂન ત્રિમાસિક ગાળામાં કોવિદ રોગચાળાના કારણે અસર પામી હોવાનું કંપનીના ચેરમેન અને મેનાજિંગ ડિરેકટર મુકેશ અંબાણીએ પરિણામો જાહેર કરતાં જણાવ્યું હતું.  રિલાયન્સના ટેલિકોમ બિઝનેસના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 182.82 ટકાનો માતબર વધારો થયો છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં જિઓનો ચોખ્ખો નફો રૂ.2520 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.891 કરોડનો નફો જિઓએ કર્યો હતો.  
જિઓની કામગીરી વડે થયેલી આવક વાર્ષિક ધોરણે 33.70 ટકા વધી રૂ.16,557 કરોડ થઈ છે. 
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer