કેટલાક લોકો રાજકારણ માટે રામ મંદિરનો વિરોધ કરે છે

નાગપુર, તા. 30 (પીટીઆઈ) : વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના મહાસચિવ માલિંદ પરાંડેએ આજે આક્ષેપ કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિર અને તેની જોડાયેલા વિષયોનો વિરોધ કેટલાંક લોકો પોતાના રાજકીય લક્ષ્યો હાંસલ કરવા માટે કરી રહ્યા છે કેમ કે તેમની પાસે હિદુઓનો સામનો કરવાનો બીજો કોઈ વિકલ્પ નથી. 
નાગપુરમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે પરાંડેને એનસીપીના પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રામ મંદિર સંબંધી આપેલા નિવેદનો અંગે પ્રશ્ન કરાતા તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોએ રામ મંદિર અને એની સાથે સંબંધિત કોઈપણ વિષયનો વિરોધ કરવાનો ધંધો ખોલી રાખ્યો છે.  

Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer