સેશલ્સથી મુંબઈ સુધી આવ્યું સીબર્ડ : થાકને કારણે મૃત્યુ

મુંબઈ, તા. 30 : પૂર્વ આફ્રિકા પાસેના સેશલ્સ ટાપુથી 3228 કિલોમીટરનું અંતર કાપીને મુંબઈ આવેલા સૂટી ટર્ન (સીબર્ડ)નું અત્યંત થાકી જવાને કારણે બોરિવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક ખાતે બુધવારે મૃત્યુ પામ્યું હતું. 
રાજ્યના વન વિભાગ અને બૉમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના જણાવ્યા મુજબ આવું કદાચ પહેલીવાર બન્યું હશે કે આ પ્રકારનું પક્ષી આટલું અંતર કાપીને મુંબઈ પહોંચ્યું હોય. અમે એના શરીરને ટેક્સીડર્મી થકી જાળવી રાખશું એમ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર અૉફ ફોરેસ્ટ (વાઇલ્ડલાઇફ-વેસ્ટ) સુનીલ લિમયેએ જણાવ્યું હતું. 
પક્ષી સૌપ્રથમ વસઈ ખાતે આવેલી પરમાર ટેક્નો સેન્ટર ખાતો સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યે મળી આવ્યું હતું. આ પ્રકારનું પક્ષી તેમણે અગાઉ ક્યારે આ વિસ્તારમાં જોયું નહોતું, એમ નિતિન જરબે જણાવ્યું. એ સાથે એણે વાલિવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસે પક્ષીને મંગળવારે સંજય ગાંધી નેશનલ પાર્કના વેટરનરી કેર સેન્ટરને સોંપ્યું.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer