દાણાબંદરમાં હવે બધાને પ્રવેશની છૂટ અપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી મુંબઈ, તા. 30 : અન્ય સ્થળોની જેમ એપીએમસી દાણાબંદરમાં અનલૉકની પ્રક્રિયામાં ઝડપ આવી છે અને આજથી કેટલીક વધુ છૂટછાટો એપીએમસી તંત્રએ જાહેર કરી હતી.
એપીએમસીના દાણાબંદરના ડાયરેક્ટર નિલેશ વીરાએ જણાવ્યું હતું કે હવે દરેક વેપારી, દલાલભાઈઓ, છૂટક ગ્રાહકો અને દુકાનદારોને, એનજીઓને પ્રવેશદ્વાર પર ચેકિંગ કરાવીને માર્કેટમાં આવવાની છૂટ આપવામાં આવી છે. એલ અને કે ગલીના નાના ગેટમાંથી દરેક માટે આવવા જવાની વ્યવસ્થા કરાઈ છે. સી ગલી પાછળ બૅન્ક સામેનો ગેટ પણ ખોલી નાખવામાં આવ્યો છે. એ.બી. ગલી પાસેની નાના ગેટ પણ ખોલવામાં આવ્યા છે. આ બધા ગેટ સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, એમ વીરાએ જણાવ્યું હતું.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer