સહિયારા પ્રયાસો જરૂરી : ઉદ્ધવ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે પૂણે શહેરમાં કોરોનાનો મૃત્યુ દર નીચે લાવવા માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે અને કોરોનાવાયરસ સામેની લડાઇમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નાગરિકો અને સરકાર વચ્ચેની `કડી` તરીકે કામ કરવું જોઇએ, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે પુણેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું. 
પુણેમાં કોરોનાના મૃત્યુ દરને પડકાર ગણાવી ઠાકરેએ કહ્યું કે તેને નીચે લાવવા માટે સામૂહિક રીતે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે કોરોના સામેની આપણી લડત દરમિયાન, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નાગરિકો અને સરકાર વચ્ચેની કડી તરીકે કામ કરવું જોઈએ. હેલ્થકેર સિસ્ટમને મજબૂત બનાવવા અને વધુ સારા સંકલન પર ભાર મૂકવો જોઈએ. રાજ્યમાં આ ચેપ સામે લડતી વખતે, ખૂબ કાળજી લેવી અને કેસના ઘટાડાથી બહુ ખુશ થવાની જરૂર નથી, કેમ કે આપણે લાંબી લડાઇ લડવી છે અને સંપૂર્ણ જીત મેળવવી છે. 
મુખ્ય પ્રધાને સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેઠક કરીને કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. ચાર મહિના કરતા વધુ સમયથી કોરોના સામેની લડાઇ ચાલી રહી છે તેમાં ઠાકરેઅ પુણેની આ પ્રથમ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, પ્રધાનો દિલીપ વળસે-પાટિલ, દત્તાત્રેય ભરને, પુણેના મેયર મુરલીધર મોહોલ, કોથરૂડના વિધાન સભ્ય અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને પુણે અને પિંપરી-ચિંચવડના અન્ય ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer