મુંબઈમાં આજે ઝાપટાં પડશે

મુંબઈમાં આજે ઝાપટાં પડશે
મુંબઈ, તા. 30 : આજે મુંબઈમાં અને પરાંમાં ઝરમર વરસાદ પડયો હતો. આવતી કાલે વાદળિયા હવામાન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં કોલાબામાં 23.0 મિ.મી. અને સાંતાક્રુઝમાં 18.1 મિ.મી. વરસાદ પડયો હતો. આજે સવારે 8.30 વાગ્યેથી રાતના 8.30 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં કોલાબામાં નગણ્ય અને સાંતાક્રુઝમાં 8.3 મિ.મી. વરસાદ પડયો હતો. કોલાબામાં કુલ 1708.8 અને સાંતાક્રુઝમાં 1889.1 મિ.મી. વરસાદ નોંધાયો છે.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer