પવિત્ર કાબાને 670 કિલો રેશમ, 120 કિલો સોના અને 100 કિલો ચાંદીના દોરાથી બનેલી કિસ્વા અર્પણ વિધિ સંપન્ન

પવિત્ર કાબાને 670 કિલો રેશમ, 120 કિલો સોના અને 100 કિલો ચાંદીના દોરાથી બનેલી કિસ્વા અર્પણ વિધિ સંપન્ન
મક્કા (સાઉદી અરેબિયા), તા. 30 : મક્કાની પવિત્ર અને ભવ્ય મસ્જિદની મધ્યમાં પવિત્ર કાબાને ચડાવાતી કિસ્વાની બદલી કરવામાં આવી હતી. કિસ્વાની પરંપરા 1000 ઇ.સ.પૂ.થી 550 સીઇ સુધી અસ્તિત્વ ધરાવતી સંસ્કૃતિના રાજા તાબા ર્ઙ્ખેંત્તદ્દઠ્ઠદ્યડ્ડદ્મણુદ્વદ્વ શરૂ થઈ હતી. પૂર્વ ઇસ્લામિક શાસને મક્કાની યાત્રા પહેલા કાબાને કિસ્વા કે ખાસ પવિત્ર ચાદરથી આવૃત્ત કરવાનો નિર્ણય લીધો, ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે. કિસ્વા લગભગ 670 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા રેશમ અને 120 કિલો સોનાના દોરા અને 100 કિલો ચાંદીના દોરાથી તૈયાર કરવામાં આવે છે. 
હજની સૌથી જાણીતી પવિત્ર વિધિ પ્રમાણે બુધવારે રાત્રે કિસ્વાની બદલવામાં આવી હતી.  અગાઉ હજની પૂર્વ તૈયારી અંતર્ગત જૂની કિસ્વાને આશરે ત્રણ મીટર ઉંચી કરીને નીચેના ભાગને સફેદ સુતરાઉ કાપડથી આવરિત કરાયું હતું. આ બે પવિત્ર મસ્જિદોમાં કરાતી વિધિ કિસ્વાની પવિત્રતા અને સલામતી જાળવવા માટેની છે.

Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer