સુશાંત સિંહ રાજપૂત કેસ બિહાર પોલીસે પ્રોટોકોલનું પાલન નથી કર્યું : ગૃહ રાજ્ય પ્રધાન

સુશાંત સિંહ રાજપૂત કેસ બિહાર પોલીસે પ્રોટોકોલનું પાલન નથી કર્યું : ગૃહ રાજ્ય પ્રધાન
દિવંગત સુશાંતની બહેને રિયા ચક્રવર્તી પર કર્યા આક્ષેપ
મુંબઇ, તા. 30  (પીટીઆઈ) : યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત ત્મહત્યા પ્રકરણે તપાસ સંદર્ભે મુંબઈ આવેલી બિહાર પોલીસની ટીમે સ્થાપિત પ્રોટોકોલનું પાલન ન કર્યું હોવાનું મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય પ્રધાન શંભુરાજ દેસાઇએ આજે જણાવ્યું હતું. 
દેસાઇએ કહ્યું કે બિહાર પોલીસ ખોટું કરી રહી છે. અભિનેતા રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ બિહારના પટનામાં નોંધાયેલી સુશાંતની `આત્મહત્યા' કેસની તપાસ માટે બિહાર પોલીસની એક ટીમ બુધવારે મુંબઈ પહોંચી હતી. દેસાઇએ કહ્યું હતું કે મુંબઈ પોલીસે એક કેસ નોંધ્યો છે. સુશાંતનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું ત્યારથી તેની તપાસ ચાલી રહી છે. હવે પટના પોલીસે બીજો કેસ નોંધ્યો છે અને એક ટીમ મુંબઇ આવી છે. 
દેસાઈએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે કોઈ એક રાજ્યની પોલીસ ટીમ તપાસ માટે બીજા રાજ્યની મુલાકાત લે છે, ત્યારે કેટલાક પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. આ નિયમો પટણા પોલીસ દ્વારા અનુસરવામાં આવ્યા નથી. 
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે રાજપૂતના શંકાસ્પદ મૃત્યુના કેસની સીબીઆઈ તપાસનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, કેસ સીબીઆઈને સોંપવાનો કોઈ સવાલ નથી. 
રાજપૂતના 74 વર્ષના પિતા કૃષ્ણ કુમાર સિંઘે મંગળવારે અભિનેતા પુત્રની મિત્ર રિયા ચક્રવર્તી અને તેના પરિવારના કેટલાંક સભ્યો સહિત અન્ય છ સામે પટનામાં ફરિયાદ નોંધાવી હતી.
સુશાન્ત સિંહની અમેરિકામાં રહેતી બહેન શ્વેતા સિંહ કિર્તીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને દિવંગત ભાઈને ન્યાય મળવાની માગણી કરી છે. તેણે એક પોસ્ટ મૂકીને લખ્યું છે કે જો સત્યનું વજૂદ ન હોય તો બીજી કોઈ બાબતનું વજૂદ નથી. શ્વેતાએ એમ પણ કહ્યું છે કે મુંબઈ પોલીસના રિપોર્ટ આવ્યા બાદ તે સીબીઆઈ તપાસની માગણી કરશે. સુશાન્તની બહેને કહ્યું છે કે છ દિવસ પહેલા રિયા સુશાન્તને છોડી ગઈ હતી. રિયા પર સુશાન્તના ખાતામાંથી નાણા ઉપાડવામાં આવ્યા હતા સુશાન્તના કુટુંબીજનોએ આક્ષેપ કર્યો છે કે રિયા તેને બ્લેકમેલ કરતી હતી.
રિયાએ સર્વેચ્ય અદાલતમાં પીટીશનમાં એવી કબૂલાત કરી હતી કે તે એક વર્ષથી સુશાન્ત સાથે લીવ ઇન રિલેશનશિપમાં હતી. રિયાએ કહ્યું હતું કે હું સુશાન્તને બ્લેકમેલ કરતી નહોતી અને મેં સુશાન્તના ઘરમાં કોઈ ચોરી કરી નથી.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer