રાજયમાં એક દિવસમાં સૌથી વધુ નવા દર્દી મળ્યા; મરણાંક 15,000 નજીક

રાજયમાં એક દિવસમાં સૌથી વધુ નવા દર્દી મળ્યા; મરણાંક 15,000 નજીક
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : મુંબઈમાં કોરોના કાબુમાં આવતો જાય છે. મુંબઈમાં સરાસરી વૃદ્ધિદર એક ટકા (0.93)થી પણ નીચે ઊતરી ગયો છે. કોરોના મુંબઈમાં નિયંત્રણમાં આવી રહ્યો છે એનો બીજો સંકેત ડબલિંગ રેટ છે. આજે ડબલિંગ રેટ વધીને 75 દિવસ થયો છે.
આજે શહેરમાં કોરોનાના 1223 નવા દર્દી મળ્યા હતા. આજે 53 મરણ નોંધાયાં હતાં. કુલ દર્દીની સંખ્યા 1,13,187 થઈ હતી. મહાનગરમાં કોરોનાએ કુલ 6,297 લોકોનો ભોગ લીધો છે. મૃતકોમાં 40 દર્દીને કોરોના ઉપરાંત બીજી બીમારી પણ હતી. 32 જણની વય 60ની ઉપર હતી. 20 દર્દી 40થી 60 વષર્ની વચ્ચેના હતા. એક મૃતકની વય 40 વર્ષથી નીચે હતી. મૃતકોમાં 35 પુરુષ અને 18 દર્દી મહિલા હતા.
મુંબઈમાં મરણાંક 6,297નો થયો છે. આજે 1058 દર્દી સાજા થતા તેમને ઘરે જવાની રજા અપાઈ હતી. કુલ 86,385 દર્દી સાજા થયા છે. મુંબઈમાં રીકવરી રેટ વધીને 76 ટકા થયો છે. 23 જુલાઈથી 29 જુલાઈનો વૃદ્ધિદર 0.93 ટકાનો છે. મુંબઈમાં ડબાલિંગ રેટ 75 દિવસનો છે. મુંબઈમાં 20,211 સક્રિય દર્દી છે. મુંબઈમાં 5,16,714 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 1,13,187  લોકોની ટેસ્ટ પૉઝિટિવ આવી છે.  
રાજ્યમાં કોરોનાની કટોકટી ઘેરી બનતી જાય છે. આજે 24 કલાકમાં સૌથી વધારે કેસ મળવાનો વિક્રમ નોંધાયો હતો. આજે 11,147 જેટલા નવા દર્દી શોધી કઢાયા હતા. આજે રાજ્યમાં કોરોનાને લીધે 266 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. મરણાંક 14,729 થયો છે. રાજ્યમાં મૃત્યુદર 3.58 ટકા થયો છે. રાજ્યમાં 1,48,150 સક્રિય દર્દી છે. આજે 8,860 દર્દીને રજા અપાઈ હતી. કુલ 2,48,615 દર્દીને રજા અપાઈ છે. રીકવરી રેટ 60.37 ટકા છે. રાજ્યમાં કુલ 4,11,798 દર્દી નોંધાયા છે. 
રાજ્યમાં 9,04,141 લોકો ઘરે ક્વૉરેન્ટાઈન થયા છે. જ્યારે 40,546 લોકો ઈન્સ્ટિટયુશનલ ક્વૉરેન્ટાઈન થયા છે. આજે થાણે પાલિકા 6, કલ્યાણ-ડોંબીવલીમાં 6, મીરા-ભાઈંદરમાં મહાનગરપાલિકા 4 અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10 મરણ નોંધાયા હતા. રાજ્યમાં 20,70,128 ટેસ્ટ કરાઈ છે અને આમાંથી 4,11,798 ટેસ્ટના પરિણામ પૉઝિટિવ આવ્યા છે. પૉઝિટિવિટી રેટ 19.89 ટકા છે.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer