કોરોના ટેસ્ટ માટે મહિલાના ગુપ્તાંગમાંથી સ્વૅબ લેનાર લૅબ ટેક્નિશિયનની ધરપકડ

કોરોના ટેસ્ટ માટે મહિલાના ગુપ્તાંગમાંથી સ્વૅબ લેનાર લૅબ ટેક્નિશિયનની ધરપકડ
અમરાવતી, તા. 30 : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવા આવેલી મહિલાની જનેન્દ્રિય (પ્રાઇવેટ પાર્ટ)માંથી સ્વૅબના નમુના લેનાર લૅબ ટેક્નિશિયનની બળાત્કારના આરોપસર ધરપકડ કરવામાં આવી હોવાનું ગુરૂવારે પોલીસે જણાવ્યું હતું. રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે મંગળવારે બનેલી આ ઘટના અંગે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે લૅબ ટેક્નિશિયન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 
બડનેરા પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર પંજાબ વંજારીએ જણાવ્યું કે ફરિયાદી મહિલા અમરાવતીના એક મૉલમાં કામ કરે છે. 24 જુલાઈએ ત્યાંનો એક કર્મચારી સંક્રમિત થતાં ફરિયાદી સહિત 20-25 અન્ય કર્મચારીઓના નાકના સ્વૅબ ટેસ્ટ માટે લેવામાં આવ્યા અને મંગળવારે જિલ્લાની ટેસ્ટિગ લૅબમાં લઈ જવાયા જ્યાં આ ઘટના બની હતી. 
પોલીસે મંગળવારે રાત્રે કોવિડ લૅબમાં ટેક્નિશિયન તરીકે કામ કરતા અલ્પેશ દેશમુખ (30) નામના આરોપીની ધરપકડ કરી છે. એના વિરૂદ્ધ બળાત્કાર, એસ્ટ્રોસિટી, આઇટી કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સંબંધિત યુવતી અમરાવતીમાં ભાઈને ત્યાં રહે છે અને મૉલમાં નોકરી કરે છે. મૉલમાં એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એના સંપર્કમાં આવેલી વ્યક્તિઓના ટ્રોમા કેર ટેસ્ટિગ લૅબમાં સ્વૅબ લેવામાં આવ્યા. જોકે સ્વૅબ લેનારા અલ્પેશે ફરિયાદી યુવતીને પાછી બોલાવી અને એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી યુરિનલ તપાસ કરાવવી પડશે એમ જણાવ્યું હતું.
Published on: Fri, 31 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer