પ્રિયદર્શન માટે કોમેડી ફિલ્મનું નિર્માણ કરશે અક્ષયકુમાર

પ્રિયદર્શન માટે કોમેડી ફિલ્મનું નિર્માણ કરશે અક્ષયકુમાર
અભિનેતા અક્ષયકુમાર અને ફિલ્મમેકર પ્રિયદર્શને હેરાફેરી અને ભૂલ ભૂલૈયા જેવી કેટલીક ફિલ્મો સાથે કરી છે. હવે ફરી્ આ બંને સાથે કામ કરવાના છે અને અક્ષય આ કોમેડી ફિલ્મનું નિર્માણ પણ કરશે. પ્રિયદર્શને જણાવ્યું હતું કે, તેની અક્ષય સાથએની ફિલ્મ ડેસેમ્બર મહિનાથી શરૂ્ થવાની હતી પરંતુ હવે કોરોનાને લીધે શિડયુલ ખોરવાઇ ગયું છે. હવે આ ફિલ્મ 2021ના જુલાઇ કે ઓગસ્ટ મહિનામાં આગળ ઠેલાઇ છે. દરમિયાન હું હંગામા -ટુનું કામકાજ પૂરું કરી લઇશ. 
અક્ષય અને પ્રિયદર્શનની ફિલ્મો રમૂજથી ભરપૂર હોવાથી તેઓ સાથે નવા વિષયની ફિલ્મ લાવે તેની આતુરતાથી રાહ જોવાતી હોય છે. પરંતુ પ્રિયદર્શનના મતે યોગ્ય વિષય હોય તો જ અક્ષય પાસે ફિલ્મની ઓફર લઇને જઇ શકાય. જો કે, પ્રિયદર્શનને બોલીવૂડ સ્ટાર્સનો કડવો અનુભવ પણ છે એટલે તે જલ્દીથી કોઇ પાસે ફિલ્મ લઇઁ જતા નથી. પરંતુ અક્ષય સાથે તેનો સંબંધ વેગળો જ છે. તેઓ પણ અક્ષય સાથે કામ કરવા માગે છે અને સામે પક્ષે અક્ષય સુધ્ધાં તેમની સાથે કામ કરવા આતુર છે. 
અત્યારે તો પ્રિયદર્શન હંગામા-ટુમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, શિલ્પા શેટ્ટી, મિઝાન અને પ્રણિતા સુભાષ છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer