`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા''ના ઘનશ્યામ નાયક સર્જરી બાદ સ્વસ્થ

`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા''ના ઘનશ્યામ નાયક સર્જરી બાદ સ્વસ્થ
ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ માટે અત્યારે થોડો મુશ્કેલ તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉન બાદ શાટિંગ શરૂ કરવાની પહેલ કરનારી સિરિયલોમાંતારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સમાવેશ થાય છે. પરંતુ ત્યાર બાદ તેમાંથી બે કલાકારો નેહા મહેતા અને ગુરુચરણ સિંહ નીકળી ગયા. જયારે નટુકાકાની ભૂમિકા ભજવનારા ઘનશ્યામ નાયકની તબિયત બગડતાં તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘનશ્યામને ગલોફા અને ગળામાં ગાંઠ હોવાની જાણ થઇ હતી. સોમવારે તેમનું ઓપરેશન થયું અને કુલ આઠ ગાંઠ નીકળી છે. અત્યારે તેઓ સ્વસ્થ છે અને તેમણે પ્રવાહી ખોરાક લેવાની શરૂઆત કરી છે. તેમની ગાંઠને ટેસ્ટિગ માટે મોકલવામાં આવી છે અને તેના રિપોર્ટને આધારે સારવાર કરવામાં આવશે. જો કે, ઓપરેશન મોટું હોવાથી ડૉકટરે તેમને ત્રણ સપ્તાહ આરામ કરવાનું કહ્યું છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer