આયુષમાન ખુરાના બન્યો યુનિસેફનો સેલિબ્રિટી એડવોકેટ

આયુષમાન ખુરાના બન્યો યુનિસેફનો સેલિબ્રિટી એડવોકેટ
યુનિસેફ ઇન્ડિયાએ યુથ આઇકન આયુષમાન ખુરાનાને સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કર્યો છે. આયુષમાને યુનિસેફના ફોર એવીરી ચાઇલ્ડ કેમ્પેનને પ્રમોટ કરવાનું છે. આ અંતર્ગત તે બાળકો પર થતાં અત્યાચાર વિરુધ્ધ અવાજ ઉઠાવશે. અભિનેતાએ રાષ્ટ્રીય સ્તરે આ ઝુંબેશ માટે કામ કરવાનું છે જયારે આ જ મુદ્દે વૈશ્વિક સ્તરે ડેવિડ બેકહેમ કામ કરી રહ્યો છે. 
યુનિસેફના ભારત ખાતેના પરતિનિધ યાસ્મીન અલી હકે કહ્યું હતું કે,  આયુષમાન દરેક ભૂમિકાની સીમાઓને પડકારે છે. તે બાળકો પર થતાં અત્યાચાર વિરુધ્ધ દરેકને સંવેદનશીલ બનાવીને જાગૃતિ લાવી શકશે. કોવિડ -19માં બાળકો પર થતાં જુલમમાં વધારો થયો છે. આયુષમાન આ દિશામાં કાર્ય કરીને મહત્ત્વનું યોગદાન આપી શકશે. 
અભિનેતાએ જણાવ્યું હતું કે, મારા મતે દરેકને જીવનમાં ઉત્તમ શરૂઆત મળવી જોઇએ. મારા બાળકો ધરમાં સુરક્ષિત અને આનંદિત રહે છે તે જોઇને મને એવા  બાળકોનો વિચાર આવે છે જેમને કયારેય ખુશહાલ કે સુરક્ષિત બાળપણ મળ્યું નથી. હવે યુનિસેફ સાથએ મલીને હું આવા બાળકોના જીવનમાં પરિવર્તન લાવીશ જેથી તેમને યોગ્ય માહોલ, શિક્ષણ અને સુરક્ષિતતા મળે અને હિંસાથી દૂર રહે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer