સ્મિથને માથામાં ઇજા : રાજસ્થાન રોયલ્સની ચિંતા વધી

સ્મિથને માથામાં ઇજા : રાજસ્થાન રોયલ્સની ચિંતા વધી
માંચેસ્ટર, તા.11: ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પ્રથમ વન ડે મેચ અગાઉ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન સ્ટીવન સ્મિથ ઇજાગ્રસ્ત થયો છે. આથી તેને ઇલેવનમાં સામેલ કરાયો ન હતો. નેટ પ્રેકટીસ વખતે સ્મિથના માથામાં દડો લાગવાથી તેને આ ઇજા પહોંચી છે. તેની ઇજા કેટલી ગંભીર છે તે હજુ બહાર આવ્યું નથી. આઇપીએલમાં સ્મિથ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે. આથી રાજસ્થાનની ટીમની ચિંતા પણ વધી છે. ઇંગ્લેન્ડ સામેના બીજા અને ત્રીજા વન ડેમાં સ્મિથ ઉપલબ્ધ રહેશે કે નહીં તે ઇજાનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer