આઇપીએલ-2020નું ઍન્થમ બહાર પડવા સાથે વિવાદ

આઇપીએલ-2020નું ઍન્થમ બહાર પડવા સાથે વિવાદ
ઊઠાંતરીનો આરોપ લાગ્યો
નવી દિલ્હી, તા.11: આઇપીએલ-2020ની સિઝનનું સત્તાવાર એન્થમ- આએંગે હમ વાપસ- બહાર પડવા સાથે જ વિવાદમાં ઘેરાયું છે. કોરોના મહામારીને લીધે આ વખતે આઇપીએલનું આયોજન બીસીસીઆઇએ યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન કર્યું છે. આઇપીએલ-2020ના એન્થમ પર દિલ્હીના રેપર કૃષ્ણા કૌલે સાહિત્યિક ચોરીનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યંy છે કે આ એન્થમ મારા એક ગીતની કોપી છે. આ મામલે તેણે આઇપીએલનું પ્રસારણ કરનાર સ્ટાર ઇન્ડિયા પાસે જવાબ માંગ્યો છે. બીજી તરફ સ્ટાર કહે છે કે આ ગીત તૈયાર કરવામાં અમારી કોઇ ભૂમિકા નથી. 
આઇપીએલ-2020નું એન્થમ રોહિતકુમાર ચૌધરીએ ગાયું છે. સંગીત પ્રણવ અજયરાવ માલપેએ આપ્યું છે. આ સંગીતકાર ધ્રૂવ ચૌધરીના નામે જાણીતો છે. તે કહે છે કે આ ગીતને મારી ટીમે મહેનત કરીને બનાવ્યું છે. તે કહે છે કે અમારા અને કૃષ્ણા કૌલના ગીતનું કોરસ એક જેવું લાગે છે, જે કોપીરાઇટનો ભંગ નથી.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer