બીએસઈ સ્ટાર એમએફ પર ઓગસ્ટમાં નેટ ઈક્વિટી ઈન્ફ્લૉ પોઝિટિવ રહ્યો

બીએસઈ સ્ટાર એમએફ પર ઓગસ્ટમાં નેટ ઈક્વિટી ઈન્ફ્લૉ પોઝિટિવ રહ્યો
મુંબઈ, તા. 11 : દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ  સ્ટાર એમએફ પર ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર પોઝિટિવ નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે. ઉદ્યોગના કુલ ઈન્ફ્લોમાં રૂ.4000 કરોડનો ઘટાડો ઓગસ્ટમાં નોંધાયો છે ત્યારે બજારમાં અતિ મોટી વધઘટ છતાં રોકાણકારોનો બીએસઈ  સ્ટાર એમએફ પરનો વિશ્વાસ વધ્યો છે, એનું પ્રતાબિંબ એમાં પડે છે કે બીએસઈ  સ્ટાર એમએફ પર ઓગસ્ટમાં રૂ.667 કરોડના ચોખ્ખા ઈક્વિટી રોકાણની આવક રહી છ   
બીએસઈ  સ્ટાર એમએફ ઓગસ્ટ, 2020માં જ સૌથી વધુ 73.34 લાખ ટ્રાન્ઝેક્શન્સનો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. એ પૂર્વે 10 ઓગસ્ટે 11.40 લાખ અને 13 એપ્રિલ, 2020ના રોજ 11.58 લાખ ટ્રાન્ઝેક્શન્સ કરવાના રેકોર્ડ આ પ્લેટફોર્મ ધરાવે છે.  
રાષ્ટ્રવ્યાપી મહામારી અને સતત લંબાઈ રહેલા લોકડાઉન વચ્ચે પણ બીએસઈ  સ્ટાર એમએફએ એએમસી, મેમ્બર્સ અને તેમના ક્લાયન્ટ્સને  સરળપણે પેપરલેસ ટ્રાન્ઝેક્શન્સની સુવિધા પૂરી પાડી છે. નાણાકીય વર્ષ 20-21માં  એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 3.28 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 19-20ના 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સના 57 ટકા છે. 
ઓગસ્ટ, 2020માં આ પ્લેટફોર્મ પરનું ટર્નઓવર ઓગસ્ટ 2019ના રૂ.14,714 કરોડથી 71 ટકા વધીને રૂ.25,128 કરોડ થયું છે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer