મરાઠા ક્વૉટા : રાજ્ય સરકાર સ્ટે ઉઠાવી લેવા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરશે

મુંબઈ, તા. 11  : મહારાષ્ટ્ર ના પ્રધાન અને સિનિયર નેતા અશોક ચવ્હાણે શુક્રવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર મરાઠા ક્વોટા પરનો વચગાળાનો મનાઈહુકમ થીજાવી દેવા સર્વોચ્ચ અદાલતમાં અરજીકરવાનો વિકલ્પ વિચારી રહી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે મરાઠા ક્વોટાનો અમલ અટકાવી દીધો હતો અને આ કેસ બંધારણીય ખંડપીઠને સુપરત કર્યો હતો. મરાઠા ક્વોટાની પેટાસમિતિના વડા ચવ્હાણે કહ્યું હતું કે આમાં સંકળાયેલા બધા સાથે વાતચીત  કર્યા બાદ નિર્ણય લેવાશે. મરાઠા સમાજે સંયમ રાખવો પડશે. આ કાનૂની જંગ છે જે ગલીઓમાં ન લડી શકાય.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer