કંગનાના ચીરહરણના પોસ્ટરથી શિવસૈનિકો નારાજ

મુંબઈ, તા. 11 : મુંબઈમાં શિવસેના-કંગના વચ્ચેના સંઘર્ષના મુદ્દે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં એક વિવાદાસ્પદ પોસ્ટર ઝળક્યું છે. શિવસૈનિકો આ પોસ્ટરથી ગુસ્સે ભરાયા છે. 
આ પોસ્ટરમાં વિવાદને મહાભારતના વસ્ત્રહરણ સાથે સરખાવવામાં આવ્યું છે. કંગનાને દ્રૌપદી બતાવાઈ છે તે ઉદ્ધવ ઠાકરેને દુ:શાસન ચીતરવામાં આવ્યા છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કૃષ્ણ અવતારમાં બતાવાયા છે. પોસ્ટરમાં દુ:શાસન સાથે સંજય રાઉત પણ બેઠેલા છે. ટૂંકમાં ઉદ્ધવ સરકાર કૌરવ સેના બતાવાઈ છે અને તે કંગનાનું ચીરહરણ કરે છે અને કૃષ્ણ (મોદી) દ્રૌપદીની લાજ બચાવે છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer