સંજય રાઉતને ધમકી; એકની ધરપકડ

મુંબઈ, તા. 11 : શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતને ધમકીનો ફોન કરનાર એક વ્યક્તિની કોલકાતા પોલીસની મદદથી મુંબઈ પોલીસે ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી. કોલકાતાના ટોલીગંજ વિસ્તારમાંથી પલાશ બોઝની ધરપકડ કરાઈ હતી. તેને શુક્રવારે અલીપોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીએ સંજય રાઉતને ઈન્ટરનેટ કોલ કર્યો હતો. આરોપી કંગનાનો સમર્થક છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer