કાંદિવલીમાં શિવસૈનિકોએ પૂર્વ નેવી ઓફિસરની કરી મારપીટ

મુંબઈ, તા.11 : કાંદિવલીમાં નૌકાદળના રિટાયર્ડ ઓફિસરની મારપીટ કરવા બદલ સમતા નગર પોલીસે શિવસૈનિકો સામે એફઆઈઆર દાખલ કરી છે. 
બાળ ઠાકરે, શરદ પવાર અને સોનિયા ગાંધીની ત્રિપુટીની ઠેકડી ઉડાડતો એક મેસેજ 62 વર્ષના નૌકાદળના માજી ઓફિસર મદન શર્માએ વોટ્સઍપ પર ફોરવર્ડ કર્યો હતો. શિવસેનાના સ્થાનિક નેતાઓને આની ખબર પડતાં તેઓ આફિસરના ઘરે પહોંચી ગયા હતા. તેમને બહાર બોલાવી તેમની મારઝૂડ કરી હતી. સ્થાનિક શાખા પ્રમુખે શિવસૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. ઓફિસર અત્યારે કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.  ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે આ હુમલાનો વિડિયો પણ ટ્વીટ કર્યો હતો.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer