કંગનાની ફ્લાઈટમાં ટીવી ચેનલના પત્રકારોની અરાજક્તા વિશે રિપોર્ટ મગાવાયો

મુંબઈ, તા. 11 : બુધવારે કંગના રનૌત ઈન્ડિગોની ફ્લાઈટમાં ચંડીગડથી મુંબઈ આવી ત્યારે વિમાનમાં ટીવી ચેનલના પત્રકારો અને વિડિયોગ્રાફરો પણ હતા. આ પત્રકારો અને વિડિયોગ્રાફરોની ટીમે ફ્લાઈટમાં ફેલાવેલી અરાજક્તાની તપાસના આદેશ અપાયા છે.  ડાયરેક્ટેરોટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ઈન્ડિગો પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. વિમાનમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરાયું નહોતું. કંગનાની તસવીરો સારી મળે એ માટે આ પત્રકારો ધક્કામુકી પણ કરતા દેખાયા હતા. 
ઈન્ડિગોએ તેનો જવાબ મોકલાવી દીધો છે. તેણે કહ્યું છે કે અમારા કેબિન ક્રુ અને કેપ્ટને તમામ પ્રોટોકોલનું બરાબર પાલન કર્યું હતુ. તેમણે માસ્ક-ફેસશિલ્ડ પહેર્યા હતા. ફોટોગ્રાફી ન કરવાની એનાઉન્સમેન્ટ કરી હતી.
સોશિયલ ડિસ્ટન્સિગ અને સમગ્રત: સુરક્ષા પાળવાની પણ એનાઉન્સમેન્ટ કરાઈ હતી. ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ એ પછી વિમાનમાં જે બન્યું એનો રિપોર્ટ પણ ફાઈલ કરાયો હતો. ઈન્ડિગો ભારતની સૌથી મોટી પ્રાઈવેટ એરલાઈન્સ છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer