કોરોના ટેસ્ટમાં રાજ્ય સરકારની 270 કરોડ રૂપિયાની લૂંટ : ભાજપ

મુંબઈ, તા. 11 : મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની એજન્સીને કોરનાની આરટી-પીસીઆર અને એન્ટિબોડ ટેસ્ટ કરાવવાને બદલે ખાનગી લેબોરેટરીને આપીને મહારાષ્ટ્ર સરકારે 270 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે એવો આક્ષેપ ભાજપના નેતા પ્રવિણ દરેકરે કહ્યું હતું. વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવિણ દરેકરે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની એચએલએલ લાઈફકેર લિમીટેડ આ બન્ને ટેસ્ટ સસ્તા દરે કરતી હોવા છતાં રાજ્ય સરકારે ખાનગી પ્રયોગશાળા પર પસંદગી ઉતારી છે. આથી 270 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. આની તપાસ નિવત્ત્ત  થયેલા જજ દ્વારા કરવી જોઈએ. કેન્દ્રીય એજન્સીએ સાતમી જુલાઈએ કહ્યું હતું કે તે આરટી-પીસીઆર ટેસ્ટ 1700 રૂપિયાના ખર્ચે કરશે. આમ છતાં રાજ્ય સરકારે ખાનગી લેબોરેટરીના ટેસ્ટના દર 1900-2000 નક્કી કર્યા. 19 ઓગસ્ટે સેન્ટ્રલ એજન્સીએ કહ્યું કે અમે આરટી-પીસીઆર ટેસ્ટ 795 રૂપિયાના ખર્ચે કરીશું.  સરકારી એજન્સી અને ખાનગી લેબના દરમાં 1256 રૂપિયાનો તફાવત છે.  
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer