80 ટકા અૉક્સિજન કોવિડ-19 હૉસ્પિટલો માટે અનામત : મુખ્ય પ્રધાન

થાણે, તા. 11 : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ (હુ)એ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ શકે છે, એટલે રાજ્ય સરકારે 80 ટકા ઓક્સિજન હોસ્પિટલોને આપવાનું નક્કી કર્યુ છે જ્યારે બાકીના 20 ટકા ઇન્ડસ્ટ્રીને પૂરો પડાશે.  તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડ મહામારી ફાટી નીકળી ત્યારે ગણતરીની સંખ્યામાં ઉપલબ્ધ ટેસ્ટિગ લેબોરેટરીની સંખ્યા પણ વધીને 550 જેટલી થઈ છે. ગુરૂવારે નવી મુંબઈ ખાતેના છ કોવિડ કેર સેન્ટરની સાથે ટેસ્ટિગ લેબોરેટરીના ઉદ્ધાટન સમયે ઠાકરે બોલી રહ્યા હતા. 
હુએ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ શકે છે, એટલે રાજ્ય સરકારે 80 ટકા ઓક્સિજન સિલિન્ડર હોસ્પિટલોને આપવાનું નક્કી કર્યુ છે, જ્યારે બાકીના 20 ટકા ઉદ્યોગોને અપાશે, એમ તેમણે જણાવ્યું હતું. 
ઓક્સિજન સિલિન્ડરની ડિલિવરી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. રાજ્ય સરકાર મહામારીને પહોંચી વળવા મોટાપાયે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરશે, એમ તેમણે જણાવ્યું. 
ઉત્તમ સ્તરની વૈદ્યકીય સુવિધાઓ પૂરી પાડવા છતાં લોકોમાં આશંકા છે. એટલે, લોકોની આશંકાઓ દૂર થાય એ માટે એજન્સીએ પૂરા પ્રયાસો કરવા જોઇએ, એમ ઠાકરેએ જણાવ્યું. 
અગાઉ, ગણતરીની લેબોરેટરી હતી. પરંતુ હવે 550 લૅબ છે. માત્ર મુંબઈમાં જ નહીં, પણ સરકાર રાજ્યભરમાં પૂરતી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા પગલાં લઈ રહી છે, હવે લોકોમાં આ સુવિધાઓ અંગે વિશ્વાસ ઊભો કરવાની જરૂર છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. 
ગણેશોત્સવ સરકારે બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ ઉજવાયો. પરંતુ આ સમયગાળા દરમ્યાન અમુક કુટુંબના સભ્યો સંક્રમિત બન્યા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યુ છે. તેમણે જણાવ્યું કે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિગ જાળવવું, હાથ ધોવા જેવા નિયમોનું પાલન દરેકે કરવું જોઇએ.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer