તુકારામ મુંઢેના સમર્થનમાં નાગપુરવાસીઓ રસ્તા પર ઉતર્યા

નાગપુર,  તા. 11 : નાગપુર મહાપાલિકાના આયુક્તપદેથી બદલી પામનાર સનદી અધિકારી તુકારામ મુંઢે આજે નાગપુરથી મુંબઈ રવાના થયા હતા. તેમને વિદાય આપવા  તેમના ઘરની બહાર નાગપુરવાસીની જબરદસ્ત ભીડ જમા થઈ હતી. લોકોએ વી વોન્ટ મુંઢે  સાહેબ... આગે આગે મુંઢે, પીછે પડ ગયે ગુંડે ....વંદે માતરમ.. એવો સૂત્રોચ્ચાર કર્યો હતો. મુંઢે  સાત મહિના નાગપુરના આયુક્તપદે રહ્યા હતા. તેમણે નાગપુરવાસીના દિલ જીત્યા  હતા.  તેમની હાલમાં મહારાષ્ટ્ર જીવન પ્રધિકરણમાં નિયુક્તી  થઈ હતી.  15 દિવસમાં તે  બદલી રદ કરાઈ છે. તેમને કઈ નવી જવાબદારી મળશે એ હજી સ્પષ્ટ થયું નથી. તેમને કોરોના પણ થયો હતો, પરંતુ તેઓ એમાંથી સાજા  થયા હતા. આજે મુંબઈ રવાના થતા  પહેલાં તેમણે નાગપુરવાસીનો આભાર માન્યો હતો.
કર્તવ્યનિષ્ઠ અધિકારી મુંઢેએ આજે  ફેસબુક પેજની પોસ્ટમાં લખ્યું હતું કે નાગપુરમાં સાત મહિના થરયા બાદ વિદાય લઉ છું. અમુર બાબતો કરી, અમુક વસ્તુઓ કરવી હતી, પરંતુ  થઈ નથી.  નાગપુરવાસીનું ઋણ  સદા મારા માથા  પર રહેશે. નાગપુરવાસીની અમુક અપેક્ષા પૂરી કરી શક્યો નથી. જોકે મેં 100  ટકા પ્રયાસો કર્યા હતા. કોરોના મહામારી અને અતિક્રમણ અંગે કામ કર્યું છે. અમુક કાર્ય શરૂ થયા બાદ મારી ઓચિંતી  બદલી થઈ છે. મે. ચલ પડા મેરી રાહ કી ઔર...
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer