મરાઠા સાથે દગાખોરી કરશો તો મોટી કિંમત ચૂકવવી પડશે : સંભાજી રાજે

મરાઠા સાથે દગાખોરી કરશો તો મોટી કિંમત ચૂકવવી પડશે : સંભાજી રાજે
કોલ્હાપુર, તા. 11 : મહારાષ્ટ્રની વિદ્યામાન સરકાર હોય કે ભૂતપૂર્વ સરકાર હોય, જો કોઈ પણ મરાઠા સમાજે  મુકેલા વિશ્ર્વાસ સાથે દગાબાજી કરશે તો તેને જબરદસ્ત કિંમત ચૂકવવી પડશે એમ સંસદસ્ય સંભાજીરાજેએ મરાઠા અનામત અંગે કહ્યું છે.  મરાઠા અનામતને સુપ્રીમ કોર્ટે માનાઈહુકમ આપ્યો છે. આને લીધે મરાઠા સમાજના ઉમેદવારોને 2020-21ના વર્ષમાં શિક્ષણ અને નોકરીમાં એસઈબીસી અનામત  મળશે નહીં. હવે આ બાબતની સમીક્ષા સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ કરશે. કોર્ટના મનાઈહુકમ બાદ ભાજપે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર પર જોરદાર હુમલો કયો છે.સંસદસભ્ય સંભાજીરાજેએ કહ્યું હતું કે આજે મરાઠા સમાજ સાથે મોટો અન્યાય થયો છે. અમે ન્યાય વ્યવસ્થા અને બંધારણનો આદર કરીએ છીએ. મરાઠા સમાજે અનામત મેળવવા મોટા બલીદાન આપ્યા છે. અનેકોએ પોતાનું જીવન આમાં સમર્પિત કર્યું છે. અનેક લોકોનો સંસાર ઉદ્ધ્વસ્ત થયો છે.  જો કોઈ પણ સરકાર મરાઠા સાથે  દગાખોરી કરશે તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer