ઇન્દિરા બેટીજીના ભાઈ વૈષ્ણવાચાર્ય પૂ. ચંદ્રગોપાલજી ગૌલોકવાસી થયા

ઇન્દિરા બેટીજીના ભાઈ વૈષ્ણવાચાર્ય પૂ. ચંદ્રગોપાલજી ગૌલોકવાસી થયા
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 11 : વૈષ્ણવ સંપ્રદાયના વિદ્વાન વિદ્યગણ કેસરી વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શ્રી ચંદ્રગોપાલજી મહારાજનું (સુરત-વડોદરા) 76 વર્ષે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું. તા. 10 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ ગોસ્વામી 108 મયુરેશ્વર મહારાજ અને ઇન્દિરા બેટીજીના નાના ભાઈ વૈષ્ણવાચાર્યએ પોતાની નિત્યલીલા સંકેલતા સમસ્ત વૈષ્ણવ સમાજને તેમની ન પુરાય તેવી ખોટ પડશે.
સુરતનિવાસી પૂ. પા. ગો. શ્રી વ્રજરત્નલાલજી મહારાજશ્રીના દ્વિતીય પુત્ર પૂ. પા. ગો. શ્રી મધુસૂદનલાલજીને ત્યાં તેમનો 5-9-1944ના રોજ જન્મ થયો. ચંદ્રગોપાલજી શ્રીમદ્વલ્લભાચાર્યજીની 16મી પેઢીએ જન્મ્યા હતા.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer