એમએમઆર રિજનમાં એસટી વધારાની 140 બસો દોડાવાશે

એમએમઆર રિજનમાં એસટી વધારાની 140 બસો દોડાવાશે
મુંબઈ, તા. 11 : લોકો વધુ પરિવહન સેવાની માંગણી કરી રહ્યા હોવાથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી) મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં વધારાની 140 બસો પૂરી પાડશે એમ ટોચના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. 
એમએસઆરટીસીના ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર શેખર ચન્નેએ જણાવ્યું કે હાલની 400 બસો ઉપરાંત વધારાની 140 બસો આ વિસ્તારમાં દોડાવાશે. મિશન બિગિન અગેન અંતર્ગત શરૂ કરાયેલી અનલાકિંગ પ્રક્રિયામાં રાજ્ય સરકારે ખાનગી અૉફિસોમાં 30 ટકા હાજરીને મંજૂરી આપી છે. આને પગલે આ વિસ્તારની પરિવહન સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. 
નવી ઇન્ટ્રોડ્યુસ કરાયેલી બસો લોકોની માંગણી મુજબ વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. જો જરૂરિયાત હશે તો વધુ બસો પણ તૈનાત કરાશે, એમ ચન્નેએ જણાવ્યું. એમએસઆરટીસીએ 20 ઓગસ્ટથી આંતરરાજ્ય બસ સેવા ફરી શરૂ કરી છે, જ્યારે જિલ્લા અંતર્ગત સેવા 22 મેથી ફરી શરૂ કરવામાં આવી હતી. 
ચન્નેએ વધુમાં જણાવ્યું કે હાલ 5500 બસો રાજ્યના વિવિધ રૂટ પર દોડાવાઈ રહી છે અને રોજ લગભગ 5.5 લાખ લોકો એનો લાભ લઈ રહ્યા છે. 18 હજાર બસો અને એક લાખ કરતા વધુ કર્મચારીઓ ધરાવતી એમએસઆરટીસી ભારતનું સૌથી મોટું રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer