એનએસડીમાં પરેશ રાવલની નિમણૂકને થિયેટર જગતનો આવકાર

એનએસડીમાં પરેશ રાવલની નિમણૂકને થિયેટર જગતનો આવકાર
નવી દિલ્હી, તા. 11 : ગુરવારે એક્ટર અને ભૂતપૂર્વ સંસદસભ્ય પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. ચાર્જ સંભાળ્યા બાદ એકટરે કહ્યું હતું કે મને સોંપાયેલી કામગીરી પડકારરૂપ સાથે આનંદ દેનારી છે.  
 મુંબઈની થીયેટર આલમે આ નિમણૂકનું સ્વાગત કર્યું છે.  તુમ્હારી અમૃતા ફેમના જાણીતા લેખક જાવેદ સિદ્દીકીએ કહ્યું હતું કે પરેશન નિમણૂકથી મને બે કારણથી આનંદ થયો છે. પ્રથમ તો તેની ફિલ્મ કારર્કિદી પાછળ નાટકનું બેકગ્રાઉન્ડ છે. અને તેને ખબર છે કે ગ્રેજ્યુએટ બન્યા બાદ વિદ્યાર્થીઓને કેટલી પરીક્ષા આપવી પડે છે . મને ખાતરી છે કે તે આ વિદ્યાર્થીને માર્ગદર્શન આપશે અને તેમના પ્રશ્ર્નોને ઉકેલશે. બે, પરેશ નવી પ્રતિભાને પ્રોત્સાહન આપવા આખા  દેશમાં સ્કૂલની શાખા ખોલશે.  
એનએસડીમાં અભ્યાસ લેનાર સલીમ અરીફે કહ્યું હતું કે મને એ વાતનો આનંદ છે કે એક જેસ્વી અભિનેતા જેણે રંગમંચમાં કામ કર્યું છે તેની એનએસડીના વડા તરીકે વરણી કરાઈ છે. પરેશ એનએસડીમાં અભ્યાસ ન લેવા છતાં સારો અભિનેતા હોવાથી તે એનએસડીને નવા પરિપ્રેક્ષ્ય આપશે. એનએસડીમાં તળિયાઝાટક ફેરફારોની જરૂર છે. શિક્ષણના અગ્રતાક્રમો નક્કી કરાય અને વર્ગમાં સારું શિક્ષણ અપાય.  
થિયેટર અને ફિલ્મ આર્ટિસ્ટ અવતાર ગિલે કહ્યું હતું કે પરેશ એક ઉત્તમ કલાકાર છે. તે રંગમંચમાં ઘડાયો છે. એનએસડી હવે સલામત હાથોમાં છે.  
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer