મહારાષ્ટ્રમાં કર્યું એવું બિહારમાં ન કરતા : ખડસેએ કરી ફડણવીસની ટીકા

મહારાષ્ટ્રમાં કર્યું એવું બિહારમાં ન કરતા : ખડસેએ કરી ફડણવીસની ટીકા
જળગાવ, તા. 11 : ભાજપના સિનીયર નેતા એકનાથ ખડસેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ફરી પ્રહારો કર્યા છે. 
તેમણે કહ્યું છે  કે તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બિહાર વિધાનશભા ચૂંટણીની જવાબદારી પક્ષે દીધી છે.આશા છે કે દેવેન્દ્રે મહારાષ્ટ્રમાં ટિકિટ વહેચણીમાં જે રાજકારણ કર્યું એ બિહરમાં નહીં કરે.  
 ખડસેએ કહ્યું હતું કે તત્કાલીન મુખ્ય પ્રધાન ડ્રાયક્લિનર તરીકે કામ કરતા હતા. તેમણે દરેકને ક્લીન ચીટ દીધી, પરંતુ નાથુભાઈને ક્લીન ચીટ આપી નહી. મુખ્ય પ્રધાન તરીકે કોઈના પર આક્ષેપ થયો કે તરત જ તેને તેઓ નિર્દોષ જાહેર કરતા હતા.હું મુખ્ય પ્રધાનપદનો દાવેદાર હોવાથી મને ક્લીન ચીટ અપાઈ નથી. આનાથી મને આંચકો લાગ્યો છે.  એકનાથ છેલ્લા ચાર દિવસથી દેવેન્દ્ર પર ટીકા કરી રહ્યા છે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer