મારા નામ પર આવી બિલ્ડિંગ બનવી જોઈએ : પવાર

મારા નામ પર આવી બિલ્ડિંગ બનવી જોઈએ : પવાર
મુંબઈ, તા. 11 : અભિનેત્રી કંગના રનૌતે ગુરુવારે એમ કહ્યું હતું કે ખારમાં હું જે ઘરમાં રહું છું એ ઘર મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસના વડા શરદ પવારના પાર્ટનર પાસેથી ખરીદ્યું હતું અટલે એમાં કોઈ ગેરકાયદે બાંધકામ હોય તો એ જવાબદારી તેમની (પવારની) પણ છે.  આના જવાબમાં શરદ પવારે શુક્રવારે કહ્યું હતું કે મારા નામ પર આવી બિલ્ડિગ કોઈકે બનાવી જોઈએ. કંગનાએ ટ્વીટમાં એમ પણ કહ્યંાઁ હતું કે ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન ફક્ત મારા ફ્લૅટનો નથી. આખી બિલ્ડિગનો છે. એ માટે બિલ્ડરને પ્રશ્ન પુછવાની જરૂર છે. 
આ ઈમારત શરદ પવારની છે. અમે આ ફ્લૅટ શરદ પવારના ભાગીદાર પાસેથી ખરીદ્યો છે એટલે દરેક બાબતની જવાબદારી તેમની પણ છે. 
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer