રાજ્યમાં કોરોના બેકાબૂ : એક દિવસમાં 24000થી વધુ કેસ; કુલ આંકડો દસ લાખને પાર

રાજ્યમાં કોરોના બેકાબૂ : એક દિવસમાં 24000થી વધુ કેસ; કુલ આંકડો દસ લાખને પાર
મુંબઈ, તા. 11 : રાજ્યમાં કોરોનાની હાલત બદતર થતી જાય છે. હતો. રાજ્યમાં નવા કેસનો આંકડો આજે 24 ,000ને પાર કરી ગયો. રાજ્યમાં આજે 24,886 નવા કેસ મળ્યા હતા. આ એક દિવસમાં રાજ્યમાં મળેલા સૌથી વદારે કેસ છે. 
 રાજ્યમાં કોરોનાના કુલ  દર્દી10,15,681 થઈ ગયા છે.  
 રાજ્યમાં 2,71,566 સક્રીય દર્દી છે. રાજ્યમાં આજે 393 દર્દીના મૃત્યું થયા હતા. રાજ્યમાં મૃત્યુંદર 2.83  ટકાનો છે.  રાજ્યમાં કુલ 28,724 દર્દીના મૃત્યું થયા છે. 
રાજ્યમાં રાહતની વાત એ છે કે આજે 14,308 દર્દી સાજા થયા  હતા. કુલ 7,15,023 દર્દી સાજા થયા છે.. રાજ્યમાં 50,72,521 ટેસ્ટ થઈ છે અને આમાંથી 20 ટકા એટલે કે 10,15,681 પૉઝિટિવ  આવ્યા હતા. હાલમાં 16,47,742 લોકો હોમ ક્વૉરેન્ટાઈન અને 38,487 લોકો ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈન છે. 
મુંબઈમાં મળ્યા 2100થી વધુ નવા કેસ
મુંબઈમાં આજે કોરોનાના 2172 નવા દર્દી મળ્યા હતા.  સતત ત્રણ દિવસથી 2000થી  વધારે કેસ મળે છે.  આ સાથે કુલ દર્દીનો આંકડો 1,65 287થયો હતો. મુંબઈમાં મળતા નવા દર્દીની સંખ્યામાં ઓચિંતો ઉછાળો આવ્યો છે.
આજે 1132 દર્દી સાજા થતાં તેમને રજા અપાઈ હતી. આ સાથે કુલ 1,29,244 દર્દી સાજા થયા છે. શહેરમાં હવે 27626 સક્રીય દર્દી છે. 
આજે મુંબઈમા 44 જણ મૃત્યું પામ્યા હતા. આમાંથી 26 દર્દીને  કોરોના ઉપરાંત બીજી બીમારીઓ હતી. મૃતકોમાંથી 30 પુરુષ અને 14 મહિલા દર્દી હતા. મરણ પામનારા 34 દર્દી 60 વર્ષની,ઉપરના,7 મૃતકોની વય 40થી 60 વર્ષની વચ્ચે હતી. મૃતકોમાં 40થી નાની વયના 3 દર્દીનો સમાવેશ થતો હતો. મરણાંક 8064નો થયો છે. 
મુંબઈમાં કોરોનાની સ્થિતી કાબૂમાં આવતી જાય છે. મુંબઈમાં રીકવરી રેટ 78 ટકા અને ડબાલિંગ રેટ 58 દિવસનો છે. 4 સપ્ટેમ્બરથી  10 સપ્ટેમ્બર સુધીનો એકદંર વૃદ્ધિદર 1.20 ટકાનો છે. શહેરમાં 542 સક્રીય કન્ટેનમેન્ટ ઝોન છે અને 7217 મકાનો સીલ કરાયા છે.
Published on: Sat, 12 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer